Election List 2024: ઘરે બેઠા ચેક કરો વોટર લિસ્ટ માં તમારું નામ છે કે નહીં? અગામી લોકસભાની ચૂંટણી માં મત આપવા માટે મતદાન યાદીમાં તમારું નામ હોવું જરૂરી છે. જો તમારું નામ વોટિંગ લિસ્ટમાં છે તો તમે વોટર આઇડી દ્વારા વોટ કરી શકો છો. પરંતુ જો તમારી પાસે વોટર આઇડી કાર્ડ ન હોય તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે વોટર આઇડી કાર્ડ વિના પણ મતદાન કરી શકો છો. જોકે એના માટે તમારે મતદાન યાદીમાં નામ હોવું જરૂરી છે. હકીકતમાં જો નામ મતદાન યાદીમાં હોય તો મતદાર આઈડી કાર્ડ વિના કોઈપણ અન્ય સરકારી એડી કાર્ડ દ્વારા ચૂંટણીમાં મતદાન કરી શકાય છે.
Election List 2024
જો તમારી પાસે ચૂંટણી કાર્ડ ન હોય અને જો તમારું નામ મતદાર યાદીમાં છે તો તમે આધાર કાર્ડ મનરેગા જોબ કાર્ડ બેંક પાસબુક વિમા સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાનકાર્ડ પાસપોર્ટ વગેરે બતાવીને મતદાન કરી શકો છો. મત આપવા માટે રાજ્યની મતદાર યાદીમાં નામનો સમાવેશ સાથે સરકારી ઓળખ કાર્ડ જરૂરી છે. જોકે જો તમારું નામ મતદાર યાદીમાં જ નથી તો તમે તમારો મત આપી શકશો નહીં. અહીં તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં તેને કેવી રીતે ઓનલાઇન ચકાસવું તેની સરળ રીત આપવામાં આવેલી છે.
મતદાર યાદીમાં નામ છે કે નહીં આ રીતે ચેક કરો
Step 1: સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://electoralsearch.eci.gov.in/ પર જવું
Step 2: અહીં તમે તમારું નામ પિતા અથવા પતિનું નામ જાતિ અને ઉંમર ભરો
Step 3: પછી નીચે આપેલ રાજ્ય જીલ્લો અને મતવિસ્તાર પસંદ કરો
Step 4: છેલ્લે આપેલ કેપ્ચા કોડ ભરો અને સર્ચ ઓપ્શન પર ક્લિક કરો
Step 5: જો તમારું નામ યાદીમાં હશે તો તે જાહેર થશે.
નામ દ્વારા મતદાર આઈડી કાર્ડ તપાસો
જો તમારી પાસે મતદાર આઈડી નંબર છે તો તમે મતદાર યાદીમાં તમારું નામ ચકાસી શકો છો.
Step 1:સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://electoralsearch.eci.gov.in/ પર જવું
Step 2:વેબસાઈટની ટોચ પર બે વિકલ્પો દેખાશે. વિગતો દ્વારા શોધ /સર્ચ બાય ડિટેલ્સ અને આઈડી કાર્ડ નંબર દ્વારા શોધ / epic no.
Step 3:તમે બીજા વિકલ્પો પર એટલે કે આઈડી કાર્ડ શોધ પર ક્લિક કરો
Step 4:પ્રથમ કોલમમાં આઈડી કાર્ડ નંબર દાખલ કરો
Step 5:બીજી કોલમમાં તમારું રાજ્ય સિલેક્ટ કરો
Step 6:ત્રીજી કોલમમાં આપેલ કોડ દાખલ કરો અને સર્ચ પર ક્લિક કરો
Step 7:જો તમારું નામ મતદાર યાદીમાં સામેલ હશે તો તમામ વિગતો દર્શાવવામાં આવશે.
મોબાઈલથી મતદાર યાદીમાં નામ કેવી રીતે તપાસવું
ઓફિસિયલ વેબસાઈટ ઉપરાંત તમે ચૂંટણી પંચની મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં તે ચકાસી શકો છો.
Step 1:આ માટે સૌપ્રથમ તમારે વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરવાની રહેશે
Step 2:આ એપ પર લોગ ઓન કર્યા પછી જરૂરી તમામ માહિતી ભરો
Step 3:તમામ માહિતી ભરાઈ ગયા બાદ તમારું નામ છે કે નહીં તે સર્ચ કરો
Step 4:આમ સરકાર શ્રી દ્વારા કોઈપણ વ્યક્તિનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે ઓફિસિયલ વેબસાઈટ મારફતે તેમજ વોટર હેલ્પલાઇન એપ મારફતે ચકાસી શકાય છે.